બંધ

    ઇતિહાસ

    શરૂઆતમાં, અમદાવાદ ખાતે ઔદ્યોગિક અદાલત (ગુજરાત) ની સ્થાપના ઠરાવ નં. આઈ.સી.ઈ./ ૧૦૬૦/૯૫૧૨/આઈ તા. ૧૩-૦૮-૧૯૬૦ (શિક્ષણ અને શ્રમ વિભાગના ઠરાવ) થી ઔદ્યોગિક અદાલતની સ્થાપના પ્રમુખના પદ સાથે કરવામાં આવી હતી અને ઠરાવ નંબર આઈ.સી.ઈ./ ૧૦૬૪/૯૧૭૪/ટી તા. ૦૭-૦૩-૧૯૬૪ થી મજુર અદાલતોની સ્થાપના કરવામાં આવેલ હતી. અને ગુજરાત સરકારના ઠરાવ નંબર મકમ/૧૨/૨૯૯૩/૪૫/વ તા. ૦૯-૦૧-૨૦૦૩થી ઔદ્યોગિક અને મજુર અદાલતો, શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળ મુકવામાં આવેલ.

    તે પછી, કાનૂની વિભાગની સૂચના ક્રમાંક એચ.સી.ટી./ ૧૦૨૦૧૦/૯૪૨/ડી તા. ૩૦-૧૨-૨૦૧૩થી ગુજરાત રાજ્યની ઔદ્યોગિક અને મજુર અદાલતોને અનુક્રમે ગુજરાત હાઇકોર્ટ અને કાનૂની વિભાગના સ્પષ્ટ વહીવટી નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હતી.

    હાલમાં ગુજરાતમાં, પ્રમુખ, ઔદ્યોગિક અદાલત વિભાગના વડા છે અને વિવિધ જિલ્લાઓમાં ૧૦ ઔદ્યોગિક અદાલતો કાર્યરત છે. જ્યારે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ૪૧ મજુર અદાલતો કાર્યરત છે.

    પ્રમુખ, ઔદ્યોગિક અદાલત (ગુજરાત), અમદાવાદ (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સંવર્ગ) વિભાગના વડા છે.